Gujarat

ઈડરમાં આંગડિયા કર્મીને ગાડીમાં ખેંચી ૮ લાખની લૂંટ કરાઈ

 

ઇડર
આંગડીયા પેઢીનો કર્મચારી ખેડબ્રહ્માથી પરત ઇડર આવી પાર્સલ લઇ હિંમતનગર તરફ જવા નીકળવા દરમિયાન એસટી ડેપો પહોંચતા સર્વોદય હોટલ સામે ઉભી રહેલ ઇકોમાં બેઠેલા શખ્સે આંગડિયાકર્મીનો થેલો ખેંચવા પ્રયાસ કરતા થેલો ન ખેંચી શકતા અંદર બેઠેલા બીજા શખ્સે આંગડીયાકર્મીને ઇકોમાં ખેંચી લઇ ઇકોને હિંમતનગર તરફ વીસેક કી.મી.દોડાવી કાર ગઢા તરફ વાળી લઇ આંગડીયાકર્મીનો થેલો પડાવી લઇ નીચે ફેંકી દઇ ફરાર થઇ ગયા હતા. અપહરણકર્તાઓની ઇકો કાર થોડીવારમાં જ ગઢા – કાબસો ગામ નજીકથી બીનવારસી હાલતમાં મળી આવતા પોલીસ માટે પણ ગૂંચવણ ભરી સ્થિતિ પેદા થઇ છે. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં અપહરણની ઘટના બનતા તાત્કાલિક પોલીસને જાણ કરાઇ હતી આ દરમિયાન ઇડરના હિમાંશુભાઇ અનિલભાઇ વૈદ્ય અને રણજીતસિંહ ચૌહાણે ઇકોમાં થઇ રહેલ ખેંચતાણ જાેઇ જતા ઇકોનો પીછો કર્યો હતો પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી જેને પગલે જાદર પોલીસ પણ હરકતમાં આવી હતી અપહરણકર્તાઓએ હિંમતનગર રોડ પર વીસેક કી.મી. ઇકો ચલાવી ગઢા – કાબસો તરફ વાળી ગયા હતા અને થેલો લૂંટી ઇશ્વરસિંહને ઉતારી દઇ કાબસો નજીક ઇકો ને બીનવારસી મૂકી દઇ ફરાર થઇ ગયા હતા. ગાડીનો નંબર અને અંદરથી મળી આવેલ આધાર કાર્ડ, ચેકબૂક, રેશનકાર્ડ વગેરેના આધારે તપાસ હાથ ધરાઇ છે. અપહરણકર્તા મહેસાણાની તળપદી ભાષામાં વાતચીત કરતા હોવાની પ્રારંભિક પૂછપરછમાં માહિતી છે. ટૂંક સમયમાં લૂંટારૂઓને પકડી લેવાશે. એલસીબી અને એસઓજીએ પણ તપાસ હાથ ધરી છે એમ દિનેશસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું. અપહરણની ઘટનાને નજરે જાેનાર અને પીછો કરનાર હિમાંશુ અનિલભાઇ વૈદ્ય અને રણજીતસિંહ ચૌહાણે જણાવ્યું કે અમે હિંમતનગર કામે જઇ રહ્યા હતા. ઇડર ફાટક પાસે બપોરે અઢી – ત્રણ વાગ્યાના સુમારે કાળા કાચવાળી ઇકો ગાડીમાં કોઇને ખેંચીને લઇ જવાઇ રહ્યો હતો અને ઇકોના ચાલકે અમારી ગાડીના સાઇડ ગ્લાસને ઘસીને ઇકો દોડાવી મૂકી હતી. અપહરણની શંકા જતા ઇકોનો પીછો કરવા દરમિયાન કંટ્રોલમાં જાણ કરી હતી. દરામલી નાકાબંધી થાય તે પહેલા ઇકો પસાર થઇ ગઇ હતી અને સાંઇ મંદિર નજીક ઇકોને અંદર વાળી લીધી હતી આ દરમિયાન તેઓ ઇકોનુ લોકેશન કંટ્રોલને આપતા રહ્યા હતા જાદર પોલીસ પણ સામેથી આવી પહોંચતા અપહરણકર્તાઓ કાબસો નજીક વાંઘામાં જતા રસ્તામાં ઇકો બીનવારસી છોડી દઇ ફરાર થઇ ગયા હતા.

8-lakh-robbery-in-Echo.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *