સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
જનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટ શહેરમાં આવેલ જનકલ્યાણ ટ્રસ્ટ દેહદાન અને ચક્ષુદાન અંતર્ગત એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. જેમાં જે કુટુંબે ચક્ષુદાન કર્યુ છે અને જે વ્યક્તિએ એ ચક્ષુદાન સ્વીકારી દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે તેવાં કુટુંબોને અરપરસ ભેગા કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો એવાં ચક્ષુદાતાના કુટુંબ અને ચક્ષુદાન સ્વીકારી પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરનારા વ્યક્તિઓનું સુભગ સમન્વય થતાં આવાં સૌમ્ય અને સુંદર વાતાવરણ વચ્ચે જનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટ દ્વારા *આપકી નજરોં સે અપનોં કી પહેચાન* જેવા આ ભગીરથ મહાયજ્ઞમાં યોજાયેલ સંગોષ્ટિ કાર્યક્રમ દરમિયાન અહીં સાવરકુંડલા શહેરનાં બ્રહ્મ સમાજના અગ્રણી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા મેહૂલભાઈ વ્યાસની તેમની ચક્ષુદાનની કાર્યવાહી અંગે સરાહનીય અને નોંધપાત્ર કામગીરીને લક્ષમાં લઈને તેમનું આ જાહેર સમારંભમાં સંન્માન કરવામાં આવ્યું હતું.


