Gujarat

ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર@2047 હેઠળ વિવિધ યોજનાઓના લાભો-પ્રમાણપત્રોનુ વિતરણ લાભાર્થીઓને કરાશે

ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભિવષ્ય, પાવર@2047 હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તા.૨૬-૭-૨૦૨૨ના રોજ સાંજે ૦૪ કલાકે ઉજાલા દિવસની ઉજવણી કરાશે.

આ તકે પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં પ્રજાલક્ષી વિવિધ યોજનાઓના લાભો-પ્રમાણપત્રોનુ વિતરણ કરવામાં આવશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમજ આનુસંગિક ફીલ્મ પણ દર્શાવવામાં આવશે.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમત શાંતાબેન ખટારિયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *