Gujarat

ઉદ્યોગમાં કાપ મૂકી જગતતાતને પૂરતો અને નિયમિત વીજ પુરવઠો ફાળવવા માંગ…

ઊના –  રાજ્યના ખેડૂતને ૮ કલાક વીજ પુરવઠો આપવાની સરકારની નીતિ છે. જ્યારથી સરકારે જાહેરાત કરી છે ત્યારથી રાજ્યના ખેડૂતોને સળંગ ૮ કલાક વીજ પુરવઠો મળ્યો નથી. તેમજ સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે, સૂર્યોદય કિસાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ પણ દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં નથી આવતો. ત્યારે ઉના ગીરગઢડા તાલુકામાં તૌકતે વાવાઝોડાને ૯ માસ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી ૧૩-૧૪ ખેડુતોનો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઈ શકયો નથી. ખેડુતોને કોરોનાનો મહામારીનો માર, તૌકતે વાવાઝાડાનો માર, કમોસમી વરસાદનો માર અને હવે નિયમિત વીજ પુરવઠો નહિ  મળવાથી થતાં નુકસાનનો માર પડી રહયો છે. છેલ્લા બે માસથી ખેડુતોને અિનયિમત રીતે  અપૂરતો વીજ પુરવઠો પશ્વિમ ગુજરાત વીજ કપની લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવે છે. સરકાર દ્વારા  ખેડુતોને સતત અને નિયમિત  ૬ કલાક વીજ પુરવઠો મળી રહે તેવી બાહેંધરી અપાયા બાદ પણ આજે ખેડુતોને ૬ કલાક એકધારો વીજ પુરવઠો મળવાને બદલે માત્ર બે થી ચાર કલાક જ મળે છે. હાલ ખેડુતોને ઉનાળુ પાકોનું  વાવતેર કરવા માટે સતત વીજ પુરવઠો મળી રહે તે અતી  જરૂરી છે. જો ખેડુતોને વીજ પુરવઠો પૂરો પાડવામાં નહિ આવે તો ખેડુતોને મોટું આર્થિક નુકસાન થશે.

PGVCL દ્વારા ફોલ્ટમાં ગયેલ ફિડરોની  મરામત થાય, બળી ગયલે ટ્રાન્સફોર્મર બદલવા, ફોલ્ટમાં ગયેલ લાઈનની મરામતના કારણે વીજળીના મળી હોય, કેટલા સમયની વીજળી ખેડૂતોને આપવી અત્યંત જરૂરી અને ખેડૂતના હિતમાં છે, ઉદ્યોગોને અપાતી વીજળીમાં કાપ મૂકીને જગતના તાતને બચાવવા તાત્કાલિક અસરથી નિર્ણય કરવો જરૂરી છે. આથી આ તમામ બાબતો સત્વરે ધ્યાને લઈ ખેડુતોના હિતમાં યોગ્ય નિર્ણય કરી  ખેડૂતોને સતત ૮ કલાક વીજ પુરવઠો મળી રહે  તેને ધ્યાને રાખી જરૂરી કાર્યવાહી કરવાની માંગ સાથે ઉના ગીરગઢડા તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી પીજીવીસીએલને રજુઆત કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *