ઉનાના અંજાર ગામે જતાં રસ્તા પર આવેલ આંબાવાડીમાં છેલ્લાં ઘણાં સમયથી દીપડાના આટાફેરા વધી જતાં ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અને તેની જાણ વન વિભાગને કરતા વાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્યાં આજે સાંજના સમયે દિપડો પાંજરમાં કેદ થયો હતો.
અંજાર રોડ ઉપર આવેલ બિજલભાઇ વાજાની આંબાવાડી ધવલ નર્સરીમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આટાફેરા વધી ગયા હોય જેથી વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આંબાવાડીમાં પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. અને સમી સાંજના સમયે અંધારું થતા જ દીપડો શિકારની લાલચમાં પાંજરામાં કેદ થઈ ગયો હતો, અને વનવિભાગ દ્વારા દીપડાને પાંજરામાં કેદ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેથી વાડી વિસ્તારના ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો હતો.


