ઉનાના દેલવાડા ગામના ખારા સીમ વિસ્તારમા એક ખેતરમા આવેલ ઓરડીમા દિપડો ઘુસી જતા વન વિભાગ દ્વારા તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ સલામત રીતે દિપડાનુ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
દેલવાડા ગામે આવેલ ખારા સીમ વિસ્તારમા લાલાભાઈ બાલુભાઈ ગુજ્જરના ખેતરમા શિકારની શોધમાં દીપડો આવી ચઢયો હતો. અને અચાનક લાલાભાઈની વાડીમાં આવેલ ઓરડીમાં દિપડો ઘુસી ગયેલ હોવાનુ માલુમ પડતાં તાત્કાલિક સમય સુચકતાની સાથે દરવાજો બહારથી દરવાજો બંધ કરી દીધેલ હતો.અને વન વિભાગને જાણ કરી હતી.
જેથી વનવિભાગનના ફોરેસ્ટર, ટ્રેકર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પાજરું સહીતની રેશક્યું ટીમ સાધન સામગ્રી સાથે પોહચી ગયેલ હતા. અને બંધ ઓરડીમાં દરવાજા પાસે પાંજરૂ ગોઠવી મહમુસીબતે કલાકની જહેમત બાદ સલામત રીતે દિપડાનુ રેસ્ક્યુ કરી પાંજરામાં દીપડાને પુરી લઈ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. આ દીપડો પાંજરામાં પુરાઇ જતાં ખેડૂતે અને સીમ વાડી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો..
