ઉનાના ભાડાસી ગામે રહેતા આધેડનું દિવના વણાકબારા જેટી પર તેમના મિત્રની બોટ આવતા તેમને મળવા પોહચ્યા હતા ત્યારે અચાનક તબિયત લથડતાં મોત નિપજ્યું હતું.
ભાડાસી ગામે રહેતા લખમણભાઇ દેવાતભાઈ લાખોત્રા ઉં. વ.51 તેવો દીવના વણાકબારા ખાતે આવેલ જેટી પર તેમના મિત્ર બીજલભાઈ નારણભાઇની બોટ આવેલી હતી. તેથી લખમણભાઇ તેમને મળવા વણાકબારા પોહચ્યાં હતા. ત્યાં જેટી પર લખમણભાઇની અચાનક તબિયત લથડતાં તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.અને એમ્બ્યુલન્સમાં દીવ હોસ્પિટલે તાત્કાલિક ખસેડવામા આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતા. આ અંગેની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગયેલા હતા. અને તેમના પરિવારને જાણ કરી હતી, પરિવાર માંથી તેમના ભાઈ હરિભાઈ તથા સંબંધીઓ તાત્કાલિક દીવ હોસ્પિટલે દોડી ગયા હતા. અને લખમણભાઇના મૃતદેહને દીવ હોસ્પિટલ ખાતે પી એમ કર્યાં બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આમ લખમણભાઇની અચાનક તબિયત લથડતાં મોતની ઘટના બનતા પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો….
