ઊના પંથકમાં છેલ્લા ઘણા સમયથી વન્યપ્રાણીઓની રંજાડ હોય તેમ સિંહ દીપડા ગામ સુધી આવી પશુઓના મારણ કરી ચાલ્યા જતાં હોય છે. ત્યારે આવોજ વધુ એક બનાવ રામપરા તેમજ જાખરવાડા ગામમાં સિંહે બે પશુઓના મારણ કર્યા હતા. દેલવાડા-નવાબંદર રોડ પર આવેલ રામપરા ગામની પ્રા.શાળા પાસે રાત્રીના સિંહ આવી ચઢ્યો હતો. અને ગાય પર હુમલો કરી દીધેલ અને બાદમાં મારણની મિજબાની માણી હતી. તેમજ નજીક આવેલ જાખરવાડા ગામમાં પણ સિંહે એક પશુનું મારણ કરેલ હોવાનું જાણવા મળેલ આમ બન્ને ગામોમાં સિંહે પશુના મારણ કરી મિજબાની માણી સીમ વિસ્તારોમાં નાશી ગયેલ હોય આમ આ વિસ્તારમાં રહેતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.
