Gujarat

ઉનાના સામતેર ગામે અતિ બિસ્માર રસ્તાના કારણે ટ્રેકટરની ટ્રોલી માંથી લોખંડની પ્લેટ સાથે વીલ છુટુ પડી જતા જાનહાનિ ટળી..

 

 

ઉનાના સામતેર ગામ નજીક નેશનલ હાઈવે રોડ અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય જેના કારણે ટ્રેકટરની ટોલીના પાછળના ભાગમાં આવેલ લોખંડની પ્લેટમાં ફીટ કરેલું ડબલ ટાયર સાથે વીલ રસ્તા પર ચાલું ટ્રેકટરે અચાનક છુટુ પડી જતા જાનહાનિ થતી અટકી હતી.

 

ઉના ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ સામતેર નજીક રસ્તા પર ટ્રેકટરે પસાર થઈ રહ્યુ હતુ એ દરમ્યાન બિસ્માર રસ્તાને કારણે ટ્રેકટરની ટોલીના પાછલા વીલમાં લોખંડની પ્લેટ સાથે ફીટ કરેલું ડબલ ટાયર સાથેનું વીલ અચાનક રસ્તા પર છુટુ પડી જતા મોટી જાનહાનિ અટકી હતી. જાકે સદનશીબે રસ્તા પર ટ્રેકટર ઘીમિગતીમા ચાલતું હોવાના કારણે અકસ્માત ટળ્યો હતો. આ રસ્તો

બે કરોડના ખર્ચે બનેલો હોય તેમ છતાં અતિ બિસ્માર થઈ ગયેલ છે. હાલ તંત્ર દ્રારા રસ્તા ઉપર પડેલ ખાડાને બુરવાની કામગીરી ચાલુ કરી છે. પરંતુ તંત્ર દ્વારા રસ્તા પર પથ્થરનાં કપચા, માટી નાખીને સંતોષમાની લીધો હોય તેમ રસ્તા પર માટી નાખવામાં આવેલ તેમાંથી પથ્થર બહાર ઉડીને સીધા રસ્તા પર પસાર થતા નાના મોટા વાહન ચાલકોને વાગવાના બનાવો વધી રહ્યાં છે અને જેના કારણે લોકોને ઈજા પહોંચી રહી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું નવિનીકરણ કરવામાં આવે તેવી ગામ લોકોનો માંગણી ઉઠવા પામેલ છે..

સામતેર-ગામે-અતિ-બિસ્માર-રસ્તાના-કારણે-ટ્રેકટરની-ટ્રોલી-માંથી-લોખંડની-પ્લેટ-સાથે-વીલ-છુટુ-પડી-જતા-જાનહાનિ-ટળી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *