ઉના – હાલમાં લેવાયેલી જેમાં મ.પ.હે.વર્કર (MPHW) ની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય ઉમેદવારોને સરકારે ૧૭ માર્કનું ગ્રેસિંગ આપવાની જાહેરાત કરી હોય પરંતુ તે મુજબ પરીક્ષાનું મેરીટ બહાર પાડેલ નાં હોય તેમજ એક વખત મેરીટ લીસ્ટ બહાર પાડ્યા પછી બીજા દિવસે પાછું બીજું રીમેરીટ લીસ્ટ બહાર પાડી અને ઉમેદવારો સાથે ગેરરીતિ કરી અને બીજું મેરીટ રીલીસ્ટમાં ગેરરીતિ થઈ હોવા અંગેના મુદ્દાઓ સાથે ઉના અને ગીરગઢડાનાં પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો તથા કોન્ટ્રાક્ટનાં કર્મચારી MPHW એ ઉના ધારાસભ્ય અને ગીર સોમનાથ કલેકટરને આપવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. અને આ ભરતી મોકૂફ રાખી યોગ્ય તપાસ કરી બોગસ ડિગ્રી વાળા ઉમેદવારોની ચકાસણી કરી અને કોન્ટ્રાક્ટનાં કર્મચારીઓને કાયમી કરવા માંગ કરી હતી. તેમજ કોરોના વોરિયર તરીકે પોતાના જીવના જોખમે બાળકો, પરિવારનો વિચાર કર્યા વગર લોકો મધ્યે જઈને અદ્દભૂત સેવા કરી, શું સરકાર તે બધું ભૂલી ગઈ ? અત્યારે જ્યારે છેલ્લા ઘણા દિવસોથી તેઓ પોતાના હક્ક માટે લડી રહ્યા છે, ત્યારે સરકારની આંખ જ ઉઘડતી નથી. કે તેમના પેટનું પાણી પણ નથી હલતું. ગુજરાતની સેવદનશીલ સરકાર કોરોના વોરિયર્સ પ્રત્યે ક્યારે સંવેદના દાખવશે તેવી વેદના વ્યક્ત કરેલ.

