Gujarat

ઉના તાલુકાના વાંસોજ અને નવાબંદર ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.  

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત માં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વિકાસ યાત્રા નું આયોજન કરાયું છે જેના ભાગરૂપે પધારેલ વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનું વાંસોજ ગામે ઉનાના પુર્વ ધારાસભ્ય  કાળુભાઈ રાઠોડ ની હાજરી માં ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.
 આ તકે ઉપસ્થિત મહાનુભાવો એ 20 વર્ષની વિકાસ ગાથાનું આલેખન કર્યું હતું અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ ઉપસ્થિત ગ્રામજનો ને અનુરોધ કર્યો હતો વિકાસ રથ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી  રાવલ સાહેબ મામલતદાર  ખાંભલા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી  તેમજ ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ,તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતનાં પ્રમુખનાં પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, જિલ્લા પંચાયત નાં બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શિંગડ, જિલ્લા પંચાયત સદસ્ય લખમણભાઇ બાંભણીયા, જિલ્લા પંચાયતનાં સદસ્ય નાં પ્રતિનિધિ હરીભાઇ સોલંકી, પાલાભાઈ વાળા, મોહનભાઈ વાજા અને સરકારી વહીવટી તંત્રનાં કર્મચારીઓ અને ગ્રામપંચાયતનાં હોદેદારો  સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

IMG-20220717-WA0394.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *