ઉના શહેરમાં ભંગારના ડેલામાં અચાનક આગ લાગતા માલ સામાન બળીને ખાખ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં મોટી દુર્ઘટના થતા અટકી હતી. આગની ઘટનામાં ભંગારનો માલસામાનને નુક્સાન થયેલ હતું…
શહેરના કોટ વિસ્તારમાં ઈકબાલભાઈ શકુરભાઈ કાસમાણીના ભંગારનો ડેલો આવેલો હોય આ ભંગારના ડેલામાં અલગ અલગ માલ સામાન ભંગારનો ભરેલો હતો. અને તેમાં અચાનક કોઇ કારણોસર આગ લાગી જતા થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા જોવા મળતા માલીકે તાત્કાલિક ઉના નગર પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પરંતુ આ વિસ્તારમાં વાહન પહોચી શકે તેમ ન હોવાથી ભંગારના ડેલાના પાછળના ભાગેથી પંદર ફુટ જેટલી ઉંચી દીવાલ પર ચડીને સ્ટાફ એ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગ બુજાવામાં ફાયર બ્રિગેડનો સ્ટાફ જીતુભાઈ બાંભણીયા, અશોકભાઈ રાઠોડ, મોહનભાઈ બારીયા, ઇશાદભાઇ સિદ્દીકી, રમેશભાઈ વાળા, જયેશ રાઠોડ સહીતની ટીમ ઘટના સ્થળે પહોંચવા ભારે જહેમત ઉઠાવી હતી. જોકે આ વિસ્તાર રહેણાક મકાનો તેમજ દિવસભર ધમધમતી બજાર માંથી ફાયર બ્રિગેડ વાહન લઈ જવું ભારે મુશ્કેલી હોય તેમ છતાં મહામુસીબતે પહોચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા આ વિસ્તારના લોકો એ હાશકારો અનુભવ્યો હતો. આ આગની ઘટનામાં રૂ.20 હજારનો માલસામાનને નુક્સાન થયેલ હોવાનુ ઈકબાલભાઈ એ જણાવેલ હતું. જોકે આ બનાવમાં કોઇ જાનહાની થયેલ નથી.


