રાજ્યના મત્સ્યઉદ્યોગના મંત્રીનું કોળી સેના દ્રારા ફુલહારથી ભવ્ય સ્વાગત કર્યુ.
ઉના શહેરમાં કોળી સેના ગુજરાતના સ્થપક અને ગુજરાત રાજ્યના મંત્રી પરસોતમ ભાઈ સોલંકીનું કોળી સેના તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્રારા માર્કેટીંગ યાર્ડ ખાતે સ્વાગત કરાયું હતું. બાદ માર્કેટીંગ યાર્ડ થી ટાવર ચોક સુધી કોળી સેનાના જીલ્લા પ્રમુખ દીપાબેન બાંભણીયા તથા રાજ્ય સરકાર મંત્રી પરસોતમ ભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને બાઈક રેલી ટાવર ચોક સુધી યોજાઈ હતી..
ગુજરાત રાજ્યના મંત્રી અને ૧૦૩ ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર અને રાજ્યના મત્સ્યઉદ્યોગ અને પશુપાલન મંત્રી અને ગુજરાતમાં સૈથી વધુ વખત રાજ્યકક્ષા મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર પરસોત્તમભાઇ સોલંકી મંત્રીએ પદના શપથ લીધા બાદ પ્રથમવાર ઉના શહેરમાં કોળી સેના દ્રારા ભવ્ય બાઇ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરના માર્કેટીંગ યાર્ડથી બસ્ટેશન, ત્રિકોણ બાગ અને ટાવર ચોક સુધી ભવ્ય બાઇક રેલી ડીજેના તાલે વાજતે ગાજતે નિકળલ તેમાં તાલુકાભરના કોળી સેના કાર્યકરો, આગેવાનો, હોદેદારો સહીતના મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. અને આ રેલી ટાવર ચોક ખાતે પહોચી સભાસંબોધી હતી. અને મંત્રી પરસોત્તમભાઇ સોલંકીનું તાલુકાભરમાંથી પધારેલ કોળી સેનાના યુવાનો આગેવાનો, કાર્યકતાઓ,વડીલો સહીતના તમામ મોટી સંખ્યામાં લોકોએ ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ તકે દિવ્યેશભાઇ સોલંકી, દિપાબેન બાંભણીયા, મનોજભાઇ બાંભણીયા, રામભાઇ વાળા, હરીભાઇ સોલંકી, બાબુભાઇ સોલંકી, કમલેશભાઇ સોલંકી, ભાયદાસભાઇ, સહીતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પરસોતમભાઇનું સ્વાગત કરેલ હતું. સભામાં પરસોતમ ભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે હેમશા સમાજ ના કામ માટે મારા દરવાજા ખુલ્લા છે અને રહેશે. કોળી સમાજ મારા રદયમાં વસે છે . મારા સમાજ માટે અને અન્ય સામાજ માટે મારા થતાં તમામ કામો હું કરીશ..


