Gujarat

ઉના શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો.. વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા…

ઊના શહેરમાં વેરાવળ રોડ પર આવેલ લલિતાબેન વિકાસ ફાઉન્ડેશન સંચાલિત એ.આર.ભટ્ટ સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યાર્થીઓની પ્રતિભાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સહિત બહોળી સંખ્યામાં આગેવાની, વડીલો તેમજ વાલીઓ ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થી ઓએ વિવિઘ અદભુત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમા નાની બાળાઓએ સ્ટેજ પર જોરદાર પરફોમસ રજુ કરતા સૌશ્રોતાઓને આનંદ વિભોર કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી સ્વરાજભાઈ ભટ્ટ અને શાળા સ્ટાફ તરફથી પ્રકાશભાઈ મેવાડા ,જયશ્રીબેન જોષી તથા સહ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી..

-વાર્ષિકોત્સવ-ઉજવાયો-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *