૧૦ ઉમેદવારો ચૂંટણીમાં જંપ લાવેલ છે.
ઊના – ઊના ગીરગઢડા તાલુકા વિધાનસભા ૯૩ ની ચૂંટણીનું આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્રો સ્પષ્ટ થયું છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે શામજીભાઈ બોધાભાઈ સોલંકીએ પોતાનું ફોર્મ પરંત ખેંચતા ભાજપના ઉમેદવાર કાળુભાઇ ચનાભાઈ રાઠોડ તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર પુંજાભાઈ ભીમાભાઇ વંશ અને આપના ઉમેદવાર સેજલબેન ખુંટ વચ્ચે ત્રિકોણીયો મુખ્ય પક્ષોનો થશે. આ ઉપરાંત રાઈટ ટુ રીકોલ પાર્ટી ઈશ્વરભાઈ રામભાઇ સોલંકી, ભારતિય રક્ષક પાર્ટી પાચા ભાયા દમણીયા, રાષ્ટ્રીય સમાજ દળના શાંતિલાલ કિડેચા તેમજ ૪ અપક્ષના ઉમેદવારો માનસિંહ બાલુભાઇ ગોહીલ નિશાન (હિરો), નિલેશભાઇ અનીલભાઇ ખોરાસી, (ફુલાવર), ભાણજીભાઇ ખેતાભાઇ વાળા (કીટલી) તેમજ બાલુભાઇ કરશનભાઇ વંશ (સફરજન) આ વિધાનસભા ચૂંટણીમાં જંપ લાવેલ છે. ચૂંટણીના માહોલને બનાવવા તમામ પક્ષના નેતાઓ નાના મોટા વિવાદો મતભેદ દુર કરી સમાધાન કરી પોતાનાં ચૂંટણીના કામે લાગી જવાની સાથે જોરશોરથી મતદારોને રીઝવવા પ્યાસ કરી રહ્યાં છે..
