છોટાઉદેપુર
ગત તા. ૨૭મી, જાન્યુઆરીના રોજ ઉન ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૭ લાભાર્થીઓના ખાતામાં પ્રથમ હપ્તાના નાણા જમા થયા ન હોવા અંગે રજૂઆત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને મળી હતી તેમજ સમાચારપત્રો અને ન્યુઝ ચેનલોમાં પણ આ અંગેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે અંગે તા. ૩૧/૦૧/૨૦૨૨ના રોજ જિલ્લા કક્ષાની ટીમ દ્વારા ૭ લાભાર્થીઓની મુલાકાત કરી રેકોર્ડની ચકાસણી કરતા લાભાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન દરમિયાન રજૂ કરેલ બેન્ક ખાતામાં જ પ્રથમ હપ્તાની રકમ જમા થયેલ હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી જણાવવામાં આવ્યું છે.
જિલ્લા કક્ષાની ટીમ દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન એ વાતની પણ પુષ્ટિ થઇ છે કે, ૬ લાભાર્થીઓના ખાતામાં આજની તારીખે પણ પૈસા જમા જ છે. નાણા ઉપાડવામાં આવ્યા નથી. વધુમાં ૧ લાભાર્થીની રજૂઆત મુજબ તેઓના નાણા પણ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા બેન્ક ખાતામાં જ હપ્તાની રકમ જમા થયેલ છે. જેઓ દ્વારા માલ સામાનની ખરીદી માટે નાણા ઉપાડવામાં આવ્યા હતા તે માલ સામાન સ્થળ પર જ ઉપઇબ્ધ હોવાનું ટીમની મુલાકાત દરમિયાન જણાઇ આવેલ હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
