વલસાડ
ઉમરગામ પોલીસ મથકે ફરજ બજાવતા નિલેશ ડાભી અને વાપી ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા એલઆરડી નંદલાલ સાથે નિલેશની બાઈક ઉપર વાંસદામાં ફરજ બજાવવા જઈ રહ્યા હતા. જે દરમિયાન આલીપોર બ્રિજ પાસે નિલેશ ડાભીની બાઈક અચાનક સ્લીપ સ્થતા બાઈક પર સવાર નિલેશ અને નંદલાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય હતા. નિલેશને થયેલી ગંભીર ઇજાઓને લઈને સુરત મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ૧૨ માર્ચની રાત્રે નિલેશ ડાભીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ જવાનોને થતા પોલીસ જવાનોમાં ભારે શોકની લાગણી જાેવા મળી હતી વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ મથકના બે એલઆરડી જવાન ૧૧ માર્ચના બાઈક ઉપર જઈ રહ્યા હતા. એ દરમિયાન આલીપોર બ્રિજ પાસે બાઈક સ્લીપ થતા બંને જવાન ઇજાગ્રસ્ત બન્યા હતા. જે પૈકી એક એલઆરડી જવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. બનાવની જાણ વલસાડ જિલ્લાના પોલીસ જવાનો અને એલઆરડી તેમજ જીઆરડીના જવાનોને થતા પોલીસ જવાનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ જવાનના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં જ થયા હતા. લગ્ન ફેબ્રુઆરી માસમાં જ થાય હતા અને એલઆરડી તરીકે નવી ભરતીમાં ભરતી પામ્યો હતો. ૧૦મી માર્ચના રોજ બોટાદ રહેતા પરિવારના સભ્યોને ઉમરગામ પોતાની સાથે રહેવા લાવ્યો હતો. ૧૧ માર્ચે બંદોબસ્તમાં ફરજ બજાવવા જતા સારવાર દરમિયાન મોત ઉમરગામ પોલીસ મથક સહિત જિલ્લાના પોલીસ જવાનોમાં શોકની લાગણી જાેવા મળી હતી.


