Gujarat

ઊંઝાના સદ્દભાવના ચેરીટીબલ ટ્રસ્ટ દ્વારા BSF જવાનોને ૨૫૦૦ કરતા પણ વધુ મીઠાઈ પેકેટ મોકલાયા

ઊંઝા
ઊંઝાના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજ બોર્ડર પર સીમા સુરક્ષા કરતા બીએસએફ ના જવાનોને દિવાળી નિમિત્તે ૨૫૦૦ કરતા પણ વધુ મીઠાઈ પેકેટ મહિલાઓ દ્વારા પેક કરી મોકલી આપવામાં આવ્યા છે. આ પ્રસંગે સદ્દભાવના ચેરીટીબલ ટ્રસ્ટના કાર્યકરો તેમજ ઊંઝા એપી એમ સી ચેરમેન દિનેશભાઇ પટેલ હાજર રહ્યા હતા. ભારત દેશનું રક્ષણ કરતા ભુજ બોર્ડર બી એસ એફ ના જવાનોને દિવાળી જેવા તહેવારોમાં મીઠાઈના પેકેટ તૈયાર કરીને ઊંઝાથી મોકલવામાં આવ્યા છે. જેમાં ઊંઝા ખાતે બીએસએફના જવાનો પણ હાજર રહ્યા હતા તેમજ સન્માન કરવામાં આવ્યું હતું.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *