Gujarat

ઊનાના આમોદ્રા-નાઠેજ રોડ પરથી કારમાં વિદેશી દારૂ, બીયર નં. ૪૪૬૦ સાથે એક શખ્સ ઝડપાયો દિવથી દારૂ લઇ આવતો કુલ કિ.રૂ.૬.૮૮ લાખના મુદામાલ પોલીસે કબ્જે કર્યો

કાર ચાલક કાર મુકી નાશી છુટ્યો, ચાર શખ્સો વિરૂધ્ધ ફરીયાદ થઇ.

ઊના – કેન્દ્ર શાસીત દિવ તરફથી વ્યાપક પ્રમાણમાં હેરાફેરી થતી હોય તેમ બુટલેગરો વાહન મારફતે દિવથી દારૂ ભરી લઇ આવી બારોબાર સપ્લાય કરતા હોય છે. ત્યારે દિવથી દારૂ ભરીને બોલેરો ગાડી આવતી હોવાની બાતમી આધારે પોલીસે આમોદ્રા-નાઠેજ ગામ પાસે ગાડી પકડી તલાસી લેતા દારૂનો મોટાપાયે જથ્થો મળી આવેલ હતો. અને એક શખ્સને પકડી પાડેલ જ્યારે કાર ચાલક નાશી છુટ્યો હોય આ સીવાય બે શખ્સો સહીત ચાર શખ્સો સામે પોલીસે ગુન્હો ગોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વનરાજસિંહ કરશન ગોહીલ દરબાર રહે. મૂળ સનખડા, હાલ. સુરત વાળો દિવ ઘોઘલાથી તરફથી આવતી પીકપ કાર જીજે. ૦૧ ડીએક્સ ૫૩૫૪ માં દારૂ લઇ આમોદ્રા ગામેથી સનખડા ગામ તરફ જવા નિકળતા હોવાની તમામ બાતમી પોલીસને મળતા આમોદ્રા – નાઠેજ ગામ પાસેથી પોલીસે વોચગોઠવી પીકપ બોલેરો ગાડીને પકડી પાડી હતી. અને તેની તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નં.૩૫૧૩ તેમજ બીયરના ટીન નં.૯૪૭ કુલ મળી દારૂ બીયર નં.૪૪૬૦ કિ.રૂ. ૪.૩૩ લાખ તેમજ કાર, મોબાઇલ સહીત કુલ કિ.રૂ. ૬.૮૮ લાખનો મુદામાલ સાથે શખ્સને પકડી પાડેલ તેની પોલીસે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો યોગેશ કરણા રાઠોડ રહે.સનખડા, તેમજ ભરતસિંહ રાજા પરમાર રહે. મોઠા વાળો દારૂ ગાડીમાં ભરી આપેલ હોય અને બોલેરો પીકપ ગાડીનો ડ્રાઇવર રાત્રીના અંધારાનો લાભ લઇ નાશી છુટ્યો હતો. આ દારૂનો જથ્થો સનખડા લઇ જવાતો હોવાનું ખુલતા ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસે ફરીયાદ નોંધી ત્રણ શખ્સોને પકડી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

-રોડ-પરથી-કારમાં-વિદેશી-દારૂ-બીયર-નં.-૪૪૬૦-સાથે-એક-શખ્સ-ઝડપાયો..jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *