Gujarat

ઊનાના ઉમેજમાં તાઉતે વાવાઝોડાથી નુકસાની સહાય ૨૧૦ દિવસ વિતવા છતાં પણ મળી નથી. અસરગ્રસ્તોમાં રોષ

ઊનાના ઉમેજમાં તાઉતે વાવાઝોડાના 7 માસ વિતી ગયા હોવા છતાંયે ઘર મકાનમાં થયેલ નુકસાની વાળા 120 જેટલા લાભાર્થીઓ હજુ પણ સહાયથી વંચિત છે. તેમજ ખેતીવાડીમાં નુકસાન થયેલ 79 ખેડૂતોને ખેતી પાકોને નુકસાનીનું વળતર રાતીપાઈ કોડી 210  દિવસ વિતી ગયા હોવા છતાંયે મળેલ નથી. ઊના તાલુકાના ઉમેજ ગામના સરપંચ ઉપસરપંચ સભ્યોએ અંનેકવાર પંચાયત તલાટી મંત્રી તેમજ તાલુકામાં વિકાસ અધિકારીને આ બાબત લેખિત મોખીત રજૂઆતો કરે છે. તેમ છતાં તાલુકામાં બેસેલા જવાબદાર, આળસુ અધિકારીઓ દ્રારા અરજદારોને યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી. અને વાવાઝોડા સમયે સર્વે કરનારાઓએ પોતાના લાગતા વળગત લોકોને તાત્કાલીક સહાય ચુંકવી દેવામાં આવેલ જ્યારે ખરેખર નુકસાની થયેલા અસરગ્રસ્તોને આજ સુધી પણ સહાય ન મળતા કચેરીના ધક્કા ખાય રહ્યા છે. આથી ઉમેજ ગામના અસરગ્રસ્તોને તાત્કાલીક સહાય ચુકવવા ગ્રામજનોમાં માંગણી ઉઠવા પામેલ છે.

 

-તાવતે-વાવાઝોડા-ના-7-મહિના-વિતી-ગયા-હોવા-છતાંયે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *