ઊના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આખલાઓનો ત્રાસ વધી ગયો હોય તેમ અવાર નવાર બે આખલા વચ્ચે યુધ્ધ થતું હોય છે. અને રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ, વાહન ચાલકો, દુકાનદારો, લારી વાળા ઓને ભારે નુકસાન પહોચાડતા હોય છે. ત્યારે આજે કાણકબરડા ગામના પ્લોટ વિસ્તારમાં બે આખલા વચ્ચે જંગ છેડાયેલ હતો. એ દરમ્યાન ત્યાંથી પસાર થતાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોચાડતા સારવાર અર્થે સ્થાનિક હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. આમ તંત્ર દ્રારા આખલાને પાંજરે પુરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.
