Gujarat

ઊનાના કેસરીયા ગામ નજીકથી બાઇક ચોરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો…

ઊનાના કેસરીયા ગામ નજીક ચોરીયાવ બાઇક લઇ પસાર થતા શખ્સને જીલ્લા એસ ઓ જી ટીમે પકડી પાડી મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડાના ડમાસા ગામે રહેતો બાબુ જીવાભાઇ વંશ પોતે જી જે 32 ડી 0602 બાઈક લઈ કેશરીયા ગામના ૬૬ કે.વી. વીજ સ્ટેશન પાસેથી પસાર થયેલ એ દરમ્યાન જીલ્લા એસ.ઓ.જી કમલેશભાઇ પીઠીયા, મેહુલસિહ પરમાર, સુભાષભાઇ ચાવડા, તેમજ ઇબ્રાહીમ બાનવા સહીતની ટીમે સંયુકત બાતમી આધારે આ બાઈક ચાલકને રસ્તા પર રોકાવી પુછપરછ હાથ ધરી આર ટી ઓને લગતા કાગળો, આધાર, પુરાવા કે બીલ માગતા આ શખ્સ પાસે ન હોય અને કોઇ સતોષકારક જવાબ આપતા ન આપતા વધુ પુછતાજ કરતા આ બાઈક ચોરીયાવ હોવાનું કબૂલાત કરતા આ શખ્સને બાઈક સાથે મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બાઇક ચોરીમાં કેટલા લોકો સંડોવાયેલ છે આવી કેટલીક બાઈકોની ચોરી કરવામાં આવી હોવાની આગળની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.

-નજીકથી-બાઇક-ચોરને-એસઓજી-ટીમે-ઝડપી-પાડ્યો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *