સીમાસી ગામ નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૯ જેટલા વ્યક્તીને ઇજા…
બન્ને અકસ્માતમાં કુલ ૨૧ જેટલા વ્યક્તિઓને ઇજા થતા હોસ્પીટલે સારવાર હેઠળ…
ઊના ભાવનગર હાઇવે રસ્તા પર આવેલ ગાંગડા ગામ નજીક પુલ પર ફોરટ્રેક રોડની કામગીરી છેલ્લા એક વર્ષથી ધિમીગતિએ ચાલતી હોય અને જેથી આ રસ્તા પર ડાઇવર્ઝન હોવાના કારણે રસ્તો વનવે એક તરફ શરૂ છે. ત્યારે અહીંથી રોજના હજારો વાહન ચાલકો પસાર થતાં હોય છે. ત્યારે હાઇવે તંત્રના વાકે અવાર નવાર નાના મોટા અકસ્માતની ઘટના સર્જાય છે. થોડા દિવસ પહેલા કાર ચાલકે બાઇકને હડફેટે લેતા મહીલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. ત્યારે આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ ઉના થી ભાવનગર તરફ જતુ કંન્ટેનર નં.જીજે. ૩૨ ટી ૧૭૫૪ તેમજ દિવ કૃષ્ણનગર રૂટની બસ ટી વોલ્વો બસ નં.જીજે. ૦૭ વાય ઝેડ ૭૨૮૧ વચ્ચે જોરદાર અથડાતા ટ્રકનો ડ્રાઇવર તેમજ એસટી બસનો ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરો સહીતના ૧૨ જેટલા વ્યક્તિઓને ઇજા થતાં તમામ ઇજાગ્રસ્તોને ઊના, સામતેર, દેલવાડાની ત્રણ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્રારા સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પીટલે ખસેડાયેલ હતા. આ કન્ટેનર અને બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં આજુબાજુમાં દૂર સુધી અવાજ સંભળાયો હતો. આ અંગે ટ્રક ચાલક શશીકાન્ત રાજેન્દ્ર પાસવાન એ એસ ટી વોલ્વો બસના ચાલક વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
તેમજ ઉના વેરાવળ રોડ પર આવેલ સીમાસી ગામ નજીક રીક્ષા અને કાર વચ્ચે મોડી રાત્રીના અકસ્માત થતાં ૯ જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને ઉના અને ગીરગઢડાની ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્રારા તાત્કાલીક ઉના ખાનગી હોસ્પીટલે ખસેડાયેલ છે. આમ ગત રાત્રીથી સવાર સુધીમાં બે જુદા જુદા અકસ્માતમાં કુલ ૨૧ વ્યક્તિઓને ઇજા પહોચી છે. હાલ તમા સારવાર હેઠળ છે. આ અકસ્માની ઘટના બાબતે પોલીસે ઘટના સ્થળ પર દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.