ઊનાના ચાંચકવડ ગામે લગ્નમાં ડિ જે પાસેથી બાઇક કાઢવા બાબતે બોલાચાલી થયા બાદ ૧૫ જેટલા શખ્સોએ મંડળ રચી યુવાનના ભાઇ તથા પિતા સહીત ઉપર છરી લોખંડના પાઇપો વડે જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા થતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાય છે. આ બાબતે યુવાનએ ૧૫ શખ્સો વિરૂધ પોલીસેમાં ફરીયાદ નોધાવી હતી.
અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજ નારણ વાજા, ચંદ્રેશ રમેશ વાજા, કાના ઉકા ચાવડા, રઘુ રવિ બાંભણીયા, કિનલ કિશન વાજા, ગોતમ અશ્વિન રાઠોડ, મિલન ગોવિંદ ચાવડા, નિલેશ નાનજી બાંભણીયા, વિશાલ નાનજી બાંભણીયા, નરેશ ભરત મજેઠીયા, રવિ પાંચા ચાવડા, અનિલ અશ્વિન રાઠોડ, મહેશ બાબુ ચાવડા, જીગ્નેશ ઉર્ફે જીગી ભુપત રાઠોડ, તેમજ લાલો ઉર્ફે ચીબરી દેવશી બાંભણીયા રહે. ઉના આ તમામ શખ્સોએ લગ્નમાં ડી જે પાસેથી બાઇક કાઢવા બાબતે અનિલ અશ્વિન રાઠોડ તેમજ મહેશ બાબુ ચાવડા રહે.ખોડીયાર નગર વાળાએ ડી જે વાળા કાનજીભાઇના ડ્રાઇવર શૈલેષભાઇ મનુભાઇ ડાભી સાથે બોલા ચાલી કરી ઝગડો કરેલ. ત્યાર બાદ રાત્રીના દશ વાગ્યે પંદર જેટલા શખ્સોએ ગે.કા મંડળી રચી અરશીભાઇ પુનાભાઇ શિયાળના ઘરે પહોચી ગયેલ અને અરશીભાઇ, લાલજીભાઇ, ખીમજીભાઇ શિયાળ તથા પિતા પુનાભાઇ શિયાળ ચારેય ઉપર તમામ શખ્સોએ છરી, લોખંડના પાઇપો તેમજ લાકડાના ધોકા, લાકડી જેવા હથિયારો વડે તુટી પડતા ઇજાગ્રસ્તોને શરીરના હાથ પગ માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયેલ હોય અને આ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યા હતા. આ બાબતે ઇજાગ્રસ્ત યુવાન અરશીભાઇ પુનાભાઇ શિયાળે પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ૩૦૭ સહીત ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
