૧ ટ્રેક્ટરમાં ગે.કા. ખનીજ રેતી ભરેલુ તેમજ પાંચ ખાલી ટ્રેક્ટરો સાથે ૬ સામે કાર્યવાહી કરાય…
ઊનાના જાંખરવાડા ગામના દરીયાકાંઠા વિસ્તાર માંથી દરીયાઇ ખનીજ રેતી ચોરી થતી હોવાની જાણ થતાં નવાબંદર મરીન પોલીસે સ્થળ પરથી ગે.કા. રેતી ભરેલું ૧ ટ્રેક્ટર તેમજ ૫ ખાલી ટ્રેક્ટરો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જાંખરવાડા દરીયા કાંઠા વિસ્તારમાં ગે.કા. ખનીજ રેતી ચોરી થતી હોય જે અંગેની જાણ નવાબંદર મરીન પોલીસને થતાં પી એસ આઇ કંચનબેન પરમાર તેમજ પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયેલા અને દરીયા કાંઠે ગે.કા. દરીયાઇ રેતી ટ્રેક્ટરમાં ભરે તે પહેલાજ પોલીસ પહોચી ગયેલ. જેમાં ૫ ટ્રેક્ટરો ખાલી પકડી પાડેલ જ્યારે ૧ ટ્રેક્ટરમાં રેતી ભરાતી હોય તેમાં એક ટન જેટલી રેતી સહીત કુલ ૬ ટ્રેક્ટરો નવાબંદર પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેક્ટર નં. ડીડી ૦૨ ૩૭૭૦ દાના જોધાભાઇ બાંભણીયા રહે.કાળાપણ ટ્રોલીમાં એક ટન જેટલી રેતી ભરેલ હોય પોલીસે આ અંગે ખાણખનીજ વિભાગને રેપોર્ટ કરી જાણ કરેલ હોય તેમજ આ સીવાયના ખાલી ટ્રેક્ટરો નં.જીજે ૩૨ ૪૫૦૨ અલ્પેશ રાણાભાઇ સોલંકી રહે. જાંખરવાડા, જીજે ૮ બીએસ ૩૯૧૧ છગન જીવાભાઇ સોલંકી રહે.કાળાપણ, જીજે ૧૧ ઝેડ ૪૮૩૯ વરસીંગ દેવાભાઇ ચારણીયા રહે.કાજરડી, જીજે.૨૩ એએફ ૭૦૪૩ રાણીંગ દેવાભાઇ ચારણીયા રહે.કાજરડી તેમજ નવું ટ્રેક્ટર ચે.નં.MBNKABEXKM જીવે૦૫૮૩૦ નો ચાલક વિજય નગુભાઇ ચોહાણ રહે.સોનારી આ પાંચેય ટ્રેક્ટરના ચાલક સામે પોલીસે મોટર વિહકલ ૨૦૭ કલક મુજબ ગુન્હો નોધેલ. આમ કુલ ૬ ટ્રેક્ટરોના ચાલક વિરૂધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ. નવાબંદર મરીન પોલીસે ખનીજ ચોરો સામે લાંલ આંખ કરતા ખનીજ ખોરોમાં ફફડાટ મચી ગયેલ.


