બે ટ્રેક્ટર, ખનીજ રેતી સહીતનો કુલ રૂ.૧૦ લાખનો મુદામાલ સીઝ કર્યા..
ઊનાના દેલવાડા ગામ નજીક ટ્રેક્ટરમાં ગે.કા.રેતી ભરી હેરાફેરી કરતા હોય જે બાતમી આધારે ખાણખનીજ વિભાગે ગે.કા.ખનીજ રેતી ભરેલા બે ટ્રેક્ટરોને મુદામાલ સાથે ઝડપી પાડી બે સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
દેલવાડા નજીક ટ્રેક્ટરમાં ગે.કા. ખનીજ રેતી ભરી હેરાફેરી કરતા હોય જે બાતમી આધારે ખાણ ખનીજ વિભાગે વોચ ગોઠવી સાંઇબાબા મંદિર નજીક રસ્તા પરથી પસાર થતાં ખનીજ રેતી ભરેલા ટ્રેક્ટરને રોકાવી પાસ પરમીટ માંગતા કોઇજાતની પાસ રોયલ્ટી ન હોય અને ગે.કા. ખનીજ ચોરી કરી બારોબાર સપ્લાઇ કરતા હોવાનું જણાતા બે ટ્રેક્ટર સહીત કુલ રૂ. ૧૦ લાખનો મુદામાલ કબ્જે કરી પ્રાંત કચેરી ખાતે સીઝ કરી રાખવામાં આવેલ છે. ટ્રેક્ટર ચાલક હરપાલ રાઠોડ તેમજ રવી ચારણીયા સામે ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. આમ ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરતા ખનીજખોરોમાં ફફડાટ મચી ગયેલ હતો.


