ઉના પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ વધી ગયો હોય તેમ ત્રણ દિવસ પહેલા સોંદરડી ગામે માલઢોર ચરાવતા વૃદ્ધ પર જંગલી ભૂંડએ હુમલો કરતા વૃધ્ધના શરીરના અલગ અલગ જગ્યા એ ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યાં બીજા દિવસે તાલુકાનાં વાજડી ગામની સીમ વિસ્તારમાં આવેલ એક વાડીમાં જંગલી ભૂંડનું ટોળુ આવી ચડતા ખેતીમાં ઉભા પાકનો સોથ વાળી નાખતા ખેડૂતોને ભારે નુક્સાન પહોચાડેલ હોવાનુ જાણવા મળેલ છે. વાજડી ગામની સીમ વિસ્તારમાં આવેલ એક વાડીમાં જંગલી ભૂંડનું ટોળુ આવી ચડતા ખેડૂતોમાં ચિતાની લાગણી ફેલાયેલ હતી. અને અમુક ખેતી પાકોનો સોથવાળી દીધેલ. જેથી ખેડૂતોને ભારે નુક્સાન થયેલ હોવાનું જાણવા મળેલ. જંગલી ભૂંડ વાડીમાં આવી ચઢતા ખેડૂતએ પોતાનાં મોબાઈલમાં આ જંગલી ભૂંડનો વિડીયોમાં કેદ કરેલ જેમાં ટોળે ટાળા નજરે પડી રહ્યા છે. અને આ વિસ્તારમાં ભૂંડના હુમલાથી પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. બીજી તરફ ખેડૂતોના પાકને પણ નુક્સાન કરતા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.


