Gujarat

ઊનાના સીમાસી નજીક અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત..

ઊના સીમાસી ગામ નજીક ઊના વેરાવળ હાઇવે પર બાઇક ચાલક યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શુક્રવાકે અરવિંદભાઇ કરશનભાઇ ખસીયા ઉ.વ.૩૫ રહે. સોનપરા પોતાની બાઇક નં.જીજે.૧૧ એએન ૭૧૬૦ પર સીમાસી થી સોનપરા ગામે પોતાના ઘરે જતાં હતા. ત્યારે ઉના વેરાવળ હાઇવે પર આવેલ સીમાસી ગામ નજીક હોટલ પાસે પુરપાટ ઝડપી આવતો ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક અરવિંદભાઇને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા બેભાન હાલતમાં સારવાર અર્થે પ્રથમ ઉના સરકારી બાદમાં ખાનગી હોસ્પીટલ ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ હતો. ત્યાં યુવાનને સારવાર મળે તે પહેલાજ મોત નિપજેલ હતું. ટ્રક ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. આ બનાવથી પરીવારજનોમાં શોકનું વાતાવરણ ફેલાયુ હતું. આ અંગે મૃતક યુવાનના ભાઇ ઋતિકભાઇ જીણાભાઇ ખસીયા એ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

-નજીક-બાઇકને-અજાણ્યા-ટ્રક-ચાલકે-હડફેટે-લેતા-યુવાનનું-મોત.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *