Gujarat

ઊનામાં એડવાન્સ વેરો ભરનારને ન.પા. ૧૦ થી ૧૫ ટકા સુધીનું વળતર આપશે…

ઊના – ગુજરાત સરકાર દ્રારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરીજનોના તમામ બાકી વેરા પર ૧૦ થી ૧૫ ટકા સુધી વળતર આપવાની પાલીકાની ખાસ સામાન્ય સભામાં મંજુરી આપવામાં આવી છે. તે અનુસંધાને ચાલુ નાંણાકિય વર્ષ એટલે કે તા.૩૧ માર્ચ કે તે પહેલાના બાકી વેરા ભરનારને વર્ષ ૨૦૨૨/૨૩ના વેરા માંથી ૧૦ ટકા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત આગામી નાંણાકિય વર્ષમાં ૧ લી એપ્રિલથી એડવાન્સ વેરો ભરી આપનારને પણ ૧૦ ટકા સુધી સરકાર દ્રારા વળતર આપવામાં આવશે. અને કોઇ નાગરીક દ્રારા જો રકમ ઓનલાઇન તેમજ ઇ નગરમાં ઓનલાઇન પોર્ટલ દ્રારા ભરપાઇ કરશે તે નાગરીકને વધુ ૫ ટકા વળતર આપવામાં આવશે. ત્યારે નગરપાલીકા પ્રમુખ જલ્પાબેન બાંભણીયા તથા ચિફ ઓફીસર જે એન ચોહાણ દ્રારા સરકારની યોજનાનો લાભ લઇ બાકી વેરા ભરપાઇ કરી આપવા અપીલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *