ઊના શહેરમાં હોળી ધુળેટીના તહેવાર નિમીતે ગીરસોમનાથ જીલ્લા એલ સી બીબ્રાન્ચ દ્રારા જરૂરીયાતમંદોને ચપ્પલ અને આઇસ્ક્રીમ આપી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગીરસોમનાથ જીલ્લા પોલીસ રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ જીલ્લા એલ સી બી બ્રાન્ચના કે જે ચોહાણ, વી યુ સોલંકી, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા સહીત સ્ટાફ તેમજ ગૈરક્ષકદળ દ્રારા ધોમધખતા તાપમાં ગરીબ પરીવારના જરૂરીયાતમંદ લોકોને પગમાં પહેરવાના ચપ્પલ તેમજ આઇસ્ક્રીમ કોન ખવડાવી ઉજવણી કરી હતી. આમ હોળી અને ધુળેટી બે દિવસ ૧૦૦ થી વધુ લોકોને વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પુરૂપાડેલ હતું..


