ઊના શહેરમાં વેરાવળ રોડ પર રહેતો પ્રકાશગીરી રમેશગીરી ગૈસ્વામીએ દેલવાડા રોડ પર આવેલ વૃધ્ધાશ્રમમાં રહેતી જયાબેન રમેશગીરી ગૈસ્વામી વૃધ્ધા ઉ.વ.૬૭ ને તેનોજ દિકરો પ્રકાશગીરી રાત્રીના સમયે વૃધ્ધાશ્રમમાં પહોચ્યો અને વૃધ્ધાશ્રમનો ગેટ તોડી અંદર પ્રવેશ કરેલ અને તેમની માતા જયાબેન રમેશગીરી ગૈસ્વામીને કહેલ કે માં તમે વૃધ્ધાશ્રમ માંથી ઘરે આવી જાવ માતાએ ના પાડતા ઉશ્કેરાઇ ગયેલ પ્રકાશગીરી રમેશગીરી ગૈસ્વામીએ જેમફાવે તેમ ભુંડી ગાળો આપી આડેધડ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જ્યારે આ વખતે વચ્ચે પડેલ બેનાબેન વૃધ્ધ મહીલાને ત્રણ જાપટ મારી હતી. તેમજ વૃધ્ધશ્રમ સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ જેઠવાને પણ મુંઢ મારમારવા લાગેલ અને વૃધ્ધાશ્રમના ગેટને નુકસાન કરેલ હોય આ અંગે માતાએ કપાતર પુત્ર વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.