ઊના શહેરમાં ચોરી, લૂંટ, ચિલઝડપ જેવી ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે ગત રાત્રીના શહેરમાં રહેતા યુવાન પોતાની બાઇક હોટલ બહાર પાર્ક કરી હોટલમાં જમવા ગયેલ ત્યારે અજાણ્યા શખ્સો એ થોડી ક્ષણોમાં બાઇક ચોરી કરી નાશી છુટ્યા હોવાની સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ હતી. આથી યુવાને પોલીસમાં અરજી કરતા પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરેલ હતી. મહેશભાઇ વંશના મહેમાન હોય તેને જમાડવા માટે ત્રણેય વ્યક્તિઓ શહેરના વડલાચોક વિસ્તારમાં આવેલ અજમેરી હોટલમાં ગયેલ અને ત્યા પોતાની બાઇક નં જીજે. ૧૧ એસએસ ૦૯૨૧ બહાર પાર્ક કરી અંદર જમવા ગયેલ હતા. ત્યારે હોટલ બહાર કોઇ અજાણ્યા ત્રણથી ચાર શખ્સોએ કાળા કલરનું ટીસર્ટ તેમજ લીલા કલરનું ટીસર્ટ પહેરેલ શખ્સોએ બાઇકની ઉઠાંતરી કરી નાશી ગયેલ હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય આ અંગે મહેશભાઇ વંશે પોલીસમાં લેખિત અરજી કરતા પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરેલ છે.


