Gujarat

ઊના અને દેલવાડામાં તુલસી વિવાહ ભવ્ય રીત ઉજવાયો.

ઉના શહેરમાં દામોદરરાયજીના મંદિરે ઠાકોરજીના મંગલ વિવાહ ભવ્ય રીતે ઉજવાયો. આ પ્રસંગે સાંજી તેમજ રવિવારે રાત્રિના દામોદરરાયજીના મંદિરે વર યાત્રાનું સામૈયું કરાયેલ અને મંગલ કન્યાદાન સહીતનાં વિવિઘ કાર્યક્રમો યોજાયેલ હતા. ઠાકોરજીના મંગળ વિવાહમાં વિધીવત લગ્ન ગીતો પણ ગાવામાં આવ્યાં હતાં. આમ ઠાકોરજીના મંગળ વિવાહ સુરેશચંદ્ર વિઠલદાસ મહેતા તેમજ નિર્મળાબેન સુરેશચંદ્ર મહેતા દ્રારા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, આગેવાનો સહીતના લોકો જોડાયાં હતાં. તેમજ દેલવાડામાં રાધેક્રિષ્ના ગૈમંદિર તેમજ સમસ્ત ગામજનો દ્રારા તુલસી વિવાહ મહોત્સવ યોજાયો હતો. જેમાં ગામના મોટી સંખ્યામાં ધામધૂમથી તુલસી વિવાહમાં જોડાયા હતા.

 

-મંદિર-ખાતે-તુલસી-વિવાહનું-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *