Gujarat

ઊના મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારીઓનો સપ્ટેમ્બર માસનો પગાર હજુ ચુકવાયો નથી.

મામલતદારના એ્સ્ટા વિભાગ દ્રારા પગાર બીલ કરી આપેલ હોવા છતાં ક્લાર્ક દ્રારા પોતાની મનમાની કરી પગાર ચુકવાયેલ નથી..

 

ઉના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓનો દિવાલીના તહેવાર દરમિયાન પગાર ચુકવવામાં ન આવતા આઉટસોર્સ કર્મચારીઓમાં રોષ જોવા મળેલ છે. તા.15 ઓક્ટોબર 2022 ના રોજ બીલ ઉના પ્રાંત કચેરી ખાતે મોકલવામાં આવેલ હોવા છતાં પ્રાંત કચેરીના ઓફિસમાં ફરજ બજાવતા ક્લાર્ક સંજયસિંહ પરમાર દ્વારા પોતાની મનમાની કરી આઉટસોર્સ કર્મચારીઓને દિવાલીના સમય દરમિયાન પગારથી વંચીત રાખવામાં આવેલ છે. જેના કારણે આઉટસોર્સના કર્મચારીઓ પોતાના પરીવાર તેમજ દિવાળી તહેવારોમાં ખરીદી કરવા પૈસાની જરૂરીયાત હોવા છતાં પગાર ન ચુકવાતા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સ ૧૫ થી વધુ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.

જોકે મામલતદાર કચેરી માંથી એ્સ્ટા વિભાગ દ્રારા આઉટસોર્સના સપ્ટે.માસના પગાર બીલ પ્રાંત કચેરી ખાતે મોકલી આપેલ હોવા છતાં ત્યાં ફરજ બજાવતા ક્લાર્ક સંજયસિંહ પરમાર પોતાની મનમાની કરી નાના કર્મચારીઓને હેરાન કરી પગાર ચુકવાતો ન હોવાથી તમામ આઉટસોર્સ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયેલ હતો. આઉટસોર્સ કર્મચારીનો મામુલી પગાર હોવા છતાં ક્લાર્ક દ્રારા શા કારણે પગાર ચુકવવામાં આવતો નથી ? તેવા અનેક પ્રશ્નો ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *