ઉના વિધાનસભા બેઠક પરથી કે. સી. રાઠોડ ઉમેદવાર જાહેર થતાં ભાજપ કાર્યાલયે કાળુભાઇને ફૂલહાર કરી અભિનંદન પાઠવી ફટાકડા ફોડી આતસબાજી યોજાઇ હતી..
ઊના ૯૩ વિધાનસભાની ચુંટણીમાં વર્ષ ૨૦૦૭ માં પ્રથમ વખત ભગવો લહેરાયો હોય અને કે સી રાઠોડ ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવેલા હતા. ત્યાર બાદ ૨૦૧૨ ની ચુંટણીમાં હાર થઇ હતી. અને ત્યાર પછી ૨૦૧૭ માં હરીભાઇ સોલંકીને વિધાનસભાની ચુંટણીમાં ટીકીટ મળી હતી. પરંતુ તેમની પણ પુંજાભાઇ વંશ સામે હાર થઇ હતી. ૨૦૨૨ માં ઉના વિધાનસભાની ટીકીટ માટે ૧૦ થી વધુ દાવેદારો હોય અને કોને ટીકીટ મળશે તેની ભારે અટકળો વચ્ચે ૧૫ વર્ષ બાદ ફરી એક વખત તાલુકામાં ભાજપનો ભગવો લહેરાવાનો જેના પર શ્રેય છે. તેવા કાળુભાઇ રાઠોડની પસંદગી કરતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અને બપોર બાદ ભાજપ કાર્યલયે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો દ્રારા કે સી રાઠોડને ફુલહાર કરી અભિનંદન પાઠવી સાથે શહેરના ટાવર ચોક, ત્રિકોણ બાગ, ભાજપ કાર્યલયે, બસ સ્ટેશન તેમજ વડલા ચોક, સહીત વિવિધ ચોકમાં ફટાકડા ફોડી આતસબાજી કરેલ અને ઉમેદવાર જાહેર થતાંજ કાળુભાઈ રાઠોડે પ્રદેશ અને જિલ્લાના સંગઠનનો આભાર માન્યો હતો. અને વિશેષમાં જણાવેલ કે તાલુકાના તમામ લોકોને સાથે રાખી ફરી એક વખત ભગવો લહેરાવવા કટીબધ્ધતા બતાવી હતી.


