ઊના – દેશમાં ત્રિજી લહેરની દહેશત વચ્ચે રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેઇસની સંખ્યા દિનપ્રતિદીન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે ગીરગઢડા તાલુકાના કાકડીમોલી તેમજ નાળીયેલીમોલી ગામની શાળાના બે શિક્ષકોને કોરોના પોઝીટીવ આવતા શાળા સાત દિવસ સુધી બંધ કરવા આદેશ કરેલ છે. ત્યા આજે ઉના શહેરમાં પણ એક સાથે એકજ ઘરના ૪ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ કેઇસ સામે આવતા શહેરમાં ભયનો માહોલ ફેલાયો હતો. શહેરમાં એક સાથે ચાર પોઝીટીવ કેઇસ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયેલ હાલ રાજ્યમાં કોરોના કેઇસની સંખ્યા વધી રહી છે. ત્યારે કોરોનાથી બચવા અને સાવચેતી માટે મોઢે માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ શહેરમાં મોટાભાગના લોકો મોઢે માસ્ક પહેરા વગર ઘરની બહાર નિકળી જતા હોય છે.