વોડાફોન-વીઆલ, એરટેલ, જીયો સહીતના તમામ કંપનીના નેટવર્કના ધાંધીયા..
ઊના શહેરમાં મોબાઇલ નેટવર્ક કંપનીના અલગ અલગ ટાવરો ઉભા હોવા છતાં મોબાઇલમાં નેટવર્કના ધાંધીયાથી લોકો પરેશાની ભોગવી રહ્યાં છે. શહેરના ટાવરચોક, પોલીસ સ્ટેશન, ત્રિકોણ બાગ, દેલવાડા રોડ, સહીતના વિવિધ રહેણાંકિય વિસ્તારોમાં ઓફીસ તેમજ ઘરના અંદર રૂમમાં મોબાઇલ નેટવર્કના ધાંધીયા હોય વોડાફોન- વીઆઇ, એરટેલ, જીયો સહીતના તમામ મોબાઇલ નેટવર્ક ધરાવતી કંપનીના નેટવર્કથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે આ અંગે તમામ મોબાઇલ નેટવર્ક કંપની દ્રારા તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરી કામગીરી હાથ ધરવા લોકોની માંગણી ઉઠવા પામેલ છે.
છેલ્લા આઠ -દશ માસથી મોબાઇલ ટાવરના તમામ કંપનીના નેટવર્કથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. લોકોને ઇમરજન્સી જેવી સેવા માટે કોલ કરે ત્યારે નેટવર્ક ન હોવાના લીધે તમામ કામકાજો અટકી પડે છે. અને મોબાઇલ ટાવર અવાર નવાર નેટવર્ક આવન જાવન થતુ હોય જેના કારણે ગ્રાહકો પોતાના મોબાઇલમાં નથી નેટ વાપરી શક્તા કે કોઇ ઇમરજન્સી કોલ પણ કરી શક્તી નથી. ત્યારે આ બાબતે તમામ નેટવર્ક ધરાવતી કંપનીને ગ્રાહકો દ્રારા અનેકવાર રજુઆતો તેમજ કંપનીમાં જાણ કરવા છતાં કોઇજાતનું ધ્યાન આપવામાં આવેલ નથી. અને માત્ર આશ્વાસન આપી ઠાલા વચનો આપતા હોય પરંતુ આજ સુધી મોબાઇલ નેટવર્ક ટાવરના ધાંધીયા હોવા છતાં કોઇ નિરાકરણ આવેલ નથી. જેના કારણે મોબાઇલ નેટવર્કના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે.
