શહેરના વિવિધ વિસ્તારના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળશે.
ઊના શહેરમાં ઐતિહાસીક શોભાયાત્રા નગર ચર્ચા કરશે તે માટે તડામાર તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે બપોરના ૩
વાગ્યે સંતો મહંતો અને આગેવાનોની હાજરીમાં રામજી મંદિરથી જય જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા પ્રસ્થાન કરશે.
ઉના શહેર અને તાલુકાના ધર્મપ્રેમીએ પ્રભુ શ્રી રામ જન્મોત્સવ તા.૧૦ એપ્રિલ રવિવારે ઉના શહેરમાં આવેલ પ્રાચીન અને મુખ્ય
રામજી મંદિરેથી એક ભવ્ય દિવ્ય અને વિશાળ મહા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વિવિધ આકર્ષક ફ્લૉટ્સ ઉના
શહેરમાં કેશરી ધજા, પતાકાઓ જાહેર માર્ગમાં ઇલેક્ટ્રિક પોલ પર સાહસિક મહાપુરુષોના જીવન ચારિત્ર સાથે હોડિંગ્સ અને દરેક દુકાને
કેશરી ઝંડી લગાવીને એક જોરદાર માહોલ શહેર રામમય બની ગયેલ છે. આ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર ટાવર ચોકમાં એક ભવ્ય
સેટ બનવવામાં આવ્યો છે. જેમાં શિવાજી મહારાજ જે અફઝલ ખાનનું વધ કરી રહ્યાં છે તેનું લાઈવ સજીવન પાત્રો દ્વારા
કોરિયોગ્રાફર ધર્મેશભાઈ બાંભણીયાના માર્ગદર્શન સાથે રજુ કરવામાં આવશે. અને ભવ્ય આતાશબાજી સાથે દરબારી ભાઈઓ
દ્વારા તલવાર બાજી અને તલવાર સાથેના રાસ રજુ કરવામાં આવશે. શોભાયાત્રાની શરૂઆતમાં રામજી મંદિરના ગાદીપતી સંત
કિશનદાસ બાપુ સાથે દિવ્ય સંતો દ્વારા ભગવાન શ્રી રામલલ્લાની પાલખીમાં બિરાજમાન શ્રી રામજી ભગવાનની આરતી કરવામાં
આવશે. ત્યાર બાદ સંતોના આશીર્વાદથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રાબેતા મુજબના રૂટ પર આ ભવ્ય શોભાયાત્રા નિકળશે.
આ કાર્યક્રમ યોજન પૂર્વે તમામ આયોજકો દ્વારા શહેરમાં એક યોજનાબદ્ધ રીતે લોક ફાળો કરવામાં આવ્યો હતો. તેમજ ઠેર ઠેર
ઝંડીનું વેચાણ કરી એક મોટુ અભિયાન મોટા નાના બેનરના સૌજન્યોને સાથે રહીને ખર્ચ કરવામાં આવેલ જેથી લોકોએ વધારે
ઉત્સાહ અને ધર્મ પ્રત્યે લાગણી દેખાડી હતી. શ્રી રામ મંદિર નિર્માણ અયોધ્યાની યોજના મુજબ આ દિવ્ય કાર્યક્રમ કોઇ એક થી
નહીં પરંતુ સમસ્ત હિન્દુ સમાજની લોક ભાગીદારી સાથે ઉજવણી અને શોભાયાત્રાનું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે. આ
ધાર્મિક કાર્યક્રમમાં મુખ્યત્વે વિશ્વ હિન્દુ પરિષદ ઉના તાલુકા પ્રમુખ નિપુલભાઈ શાહ, પાર્થભાઈ રૂપારેલ, બજરંગ દલ પ્રમુખ
ભાવેશભાઈ સાંખટ, ભાવિન રાઠોડ, અખિલ ભારત હિન્દુ મહાસભાના લાલજીભાઈ બારૈયા, ગૌરક્ષા દલ લલિતભાઈ રાઠોડ, દિલીપ
મૈયા, હિન્દુ યુવા સંગઠન દિપકભાઈ પરમાર, મહેશભાઈ બારૈયા સહીત હિન્દુ સમાજના નવ યુવાનો દ્વારા આ આયોજન ૪૫
દિવસ પહેલાજ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરમ રામ ભક્ત યુવાનોની સખત અને સાહસી મહેનત દ્વારા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું
છે. વેપારી સમાજના આગેવાનો જીતુભાઇ શાહ (ભગત), રમેશભાઈ સગાલીયા, જીતુભાઇ શેઠ, પૂર્વ પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ
અને ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ઈશ્વરભાઈ જેઠવાણી પણ આ કાર્યક્રમમાં સહભાગી થયેલ છે. આ વિશાળ અને ભવ્ય શોભાયાત્રાને
નિહાળવા અને ભગવાન શ્રી રામના દર્શન કરવા તાલુકાના દરેક ગામના, દરેક હિન્દુ સમાજના લોકોને શોભાયાત્રામાં પધારવા વિશ્વ
હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૈરક્ષક દળ, અખિલ ભારત હિન્દુ મહાસભા, હિન્દુ યુવા સંગઠન સહીત વિવિધ સંગઠનો દ્રારા ભવ્ય
કાર્યક્રમ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
બોક્ષ્ – શોભાયાત્રાનો રૂટ…
ઉના શહેરમાં ભવ્ય શોભાયાત્રા રામજી મંદિરથી જય જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા પ્રસ્થાન કરશે.અને શહેરના વિવિધ રૂટ
સોની બજાર, ખાઇબજાર, માળીવાડા, ધોબીવાડા, ભોઇવાડા, ખોડીયાર ચોક, ખોજાખાના ચોક વડલાચોક, બસસ્ટેશન, ત્રિકોણબાગ,
ટાવર ચોક, પોષ્ટ ઓફીસ ચોકથી રામજી મંદિરે પૂર્ણ થશે.
બોક્ષ્ – ૧૦૦ જેટલા પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે…
રામનવમીની ઐતિહાસીક શોભાયાત્રામાં પોલીસ સ્ટાફ પણ ખડેપગે તૈનાત રહેશે જેમાં પોલીસ ટ્રાફીક પોલીસ, હોમગાર્ડ તથા જી
આાર ડી મળી ૧૦૦ જેટલા સ્ટાફ શોભાયાત્રામાં ફરજ બજાવશે.
બોક્ષ્ – ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત થશે.
રામનવમીની શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર રામલ્લાની શોભાયાત્રાનું સ્વાગત માટે પાલખીયાત્રા પર ફુલવર્ષા કરવામાં આવશે. આમ
રામમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા આગળ વધશે…


