Gujarat

ઊના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી તબીબ ન આવતા મહીલાઓ બાળકો રઝડી પડ્યા..

મહીલાઓ ઓપરેશન માટે વહેલી સવારથી હોસ્પીટલે પહોચી હતા.

ઊના સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે મહીલાઓ ઓપરેશન માટે વહેલી સવારથી હોસ્પીટલે પહોચી ગયેલ પરંતુ સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી તબીબ ન આવતા ભુખ્યા તરસા તમામ મહીલાઓ રઝડી પડી હતી..

સરકારી હોસ્પીટલ ખાતે અઠવાડીયામાં બે થી ત્રણ દિવસ કુંટુંબ કલ્યાણ યોજના હેઠળ મહીલાઓના નસબંધી ઓપરેશન કરવામાં આવે છે. જેમાં ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી પછાત ગરીબ વર્ગની મોટી સંખ્યામાં મહીલાઓ તાલુકાના દૂર દૂરના ગામો માંથી શિયાળાની ઠંડીમાં વહેલી સવારે આઠ વાગ્યાથી હોસ્પીટલ ખાતે પહોચી ગયેલ અને બપોર સુધી તબીબની રાહ જોઇ તેમ છતાં તબીબ ન આવતા સ્ટાફને પુછતા થોડીવારમાં આવશે તેવું કહેતા રહ્યા અને સાંજના ૫ વાગ્યા સુધી નહીં આવતા ૩૦ જેટલી મહીલાઓ તેમજ તેમની સાથે આવેલી અન્ય મહીલાઓ અને બાળક સહીત આખો દિવસ ભુખ્યા તરસ્યા રહ્યાં હતા. અને સો થી વધુ મહીલાઓ તેમજ પોતાના બાળકોને પણ હોસ્પીટલમાં ઘોડીયુ બાંધીને આખો દિવસ તબીબની રાહમાં હેરાન પરેશાન થયા હતા. આમ તબીબ સાંજના પાંચ વાગ્યા સુધી નહીં આવતા મહીલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. અંતે સાંજે પાંચ વાગ્યા બાદ તબીબ આવતા ઓપરેશન શરૂ કરવામાં આવેલ હતું. આમ તબીબની ઘોર બેદરકારીના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારની મહીલાઓ હેરાન પરેશાન થવાનો વખત આવ્યો હતો. આ બાબતે ડો.પાદરેસાએ જણાવેલ હતુ કે હું આજે વેરાવળ ખાતે મીટીંગમાં ગયો હતો તેવું જણાવેલ હતું..

બોક્ષ્ – સવારના૭ વાગ્યાથી ભુખ્યા તરસા છીએ ૫ વાગ્યા છતાં ડોક્ટર આવ્યા નથી…

આ બાબતે ભાવનાબેન સોલંકીએ જણાવેલ કે સવારે સાત વાગ્યાના ઉંટવાળાથી બેનને લઇને હોસ્પીટલે  આવ્યા છીએ બે માસની દીકરીને સાથે છે. સવારથી પાણીનું ટીપુ પણ પીધુ નથી ભુખ્યા તરસા બેઠા છીએ અહી ડોક્ટર આવ્યા નથી કે કોઇ ધ્યાન દેતુ નથી. અને ચક્કર આવશે કે કઇ પણ થાશે તો જવાબદારી કોની ? તાત્કાલીક અહી નિવારણ લાવે નહી તો ઘરે ચાલ્યા જઇએ તેવું જણાવેલ હતું.

-આરોગ્ય-કેન્દ્ર-ખાતે-મહીલાઓ-ઓપરેશન-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *