Gujarat

એકટ્રેસ સોનાક્ષી સિંહાએ ૩ડી લાઈટ શો નિહાળ્યો, મંદિરની કોતરણી જાેઈ અભિભૂત થઈ

મહેસાણા
સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને અન્ય સાથી કલાકારો સૂર્યમંદિરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સાંજે સૂર્યમંદિરમાં થ્રીડી લાઇટશો પણ તેઓએ નિહાળ્યો હતો.ઐતિહાસિક સૂર્યમંદિરની કોતરણીના ‘દબંગ ગર્લે’ વખાણ કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે મોઢેરા સૂર્યમંદિર ખાતે સાંજે સોનાક્ષી સિંહા પોતાના સાથી કલાકારો સાથે મોઢેરા સૂર્યમંદિરમાં આવી પહોંચી હતી. તેમજ સોનાક્ષી સિંહા પ્રથમવાર મોઢેરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોઢેરા સૂર્યમંદિરમાં કરવામાં આવેલી કોતરણી પણ નિહાળી હતી. સમગ્ર સૂર્યમંદિર નો નજારો જાેયા બાદ સોનાક્ષી સિંહા સૂર્યમંદિરના વખાણ પણ કર્યા હતા. સાંજે ૩ડી લાઈટ શો પણ નિહાળ્યો હતો. મોઢેરા ખાતે આવેલ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહાની એક ઝલક જાેવા માટે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. જાેકે અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ના કારણે ભીડ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારે આગામી સમયમાં અનેક પ્રવાસીઓ અને અનેક મોટી હસ્તીઓ દેશના એકમાત્ર સોલાર ઉપર ચાલતા વિલેજની મુલાકાતે આવે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. સોનાક્ષી સિંહ તેમની આવનારી ફિલ્મ ‘ર્ડ્ઢેહ્વઙ્મીઠન્’ના પ્રમોશન માટે ફિલ્સની સ્ટાર કાસ્ટ સાથે અમદાવાદ આવી હતી. સોનાક્ષી સિંહા ઉપરાંત ઝાહિર ઈકબાલ અને મહત રાઘવેન્દ્ર પણ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ બાદ તેઓએ મોઢેરા સ્થિતિ સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરા ગામ અને સૂર્યમંદિર ને દેશનું પ્રથમ સોલાર ઉપર ચાલતું વિલેજ જાહેર કર્યું હતું. દેશનું એકમાત્ર એવું ગામ મોઢેરા જે ૨૪ કલાક સોલાર ઉપર ચાલતું ગામ છે જેને પીએમ મોદીએ લોકાર્પણ કર્યા બાદ સમગ્ર વિશ્વમાં મોઢેરા ગામ અને મોઢેરા સૂર્યમંદિરની બોલબાલા છે. ત્યારે બે દિવસ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ પણ મોઢેરા ખાતે આવી સોલર પ્લાન્ટની મુલાકાત લઇ લાઇટ શો નિહાળ્યો હતો.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *