ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, જે.પી.મેવાડા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે વડોદરા ગ્રામ્ય સાવલી પોલીસ સ્ટેશન બી પાર્ટ ૧૧૧૯૭૦૪૭૨૧૧૧૫૭/૨૦૨૧ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી),૨૦(બી) (એન) (એસ) મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી બાબુભાઇ પ્રતાપભાઇ રાઠવા રહે.મીઠીબોર વાડી વસવા ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓને ઝડપી પાડી કોરોન્ટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી માટે ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
