ભારત સરકારના અસંગઠિત શ્રમયોગી સામાજિક સુરક્ષા અધિનિયમ,૨૦૦૮ની કલમ ૧૦ હેઠળની જોગવાઈ મુજબ રાજ્યના અસંગઠિત શ્રમયોગીની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલની રચના કરવામાં આવેલ છે. જે અન્યવે અસંગઠિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, માછીમારી, આશા બહેનો, આંગણવાડી વર્કરો, ફેરિયાઓ, ઘરેલુ કામદારો, રીક્ષા ડ્રાઈવરો, દૃધ મંડળીના સભ્યો, નાના તથા સિમાંત ખેડ્રતો તેમજ આવા અસંગઠિત ક્ષેત્રે કામ કરતા ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા, તેમજ EPFO/ESIC ના સભ્ય ન હોય તેવા દરેક અસંગઠિત શ્રમયોગીઓએ સરકારી સહાયનો લાભ મળી રહે તે માટે ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહે છે.
આ નોંધણી કરાવવા માટે સંબંધિત શ્રમયોગીઓને આધાર નંબર, મોબાઈલતથા બેંક એકાઉન્ટ નંબર તેમજ બેંકના આઈ.એફ.એસ.સી. કોડ સાથે આગામી તા.૨૬-૦૨-૨૦૨૨ના રોજ સવારે ૮:૩૦ કલાકથી શ્રી ખેતીવાડી ઉત્પન બજાર સમિતી, (એ.પી.એમ.સી.) હાપા, જામનગર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઈ-શ્રમ નોંધણી માટેના સ્ટોલ પર બહોળી સંખ્યામાં નોંધણી કરાવવા મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી, જામનગર દ્વારા અપીલ કરવામાં આવે છે.
