Gujarat

ઑરીન ફાઉન્ડેશન ની અર્ધ વાર્ષિક મિટિંગ માં કામગીરી ની સમીક્ષા કરવામાં આવી

રિપોર્ટર. મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
      માનવીય અભિગમ અને સૌહાર્દતા ના લક્ષ સાથે શરૂ કરવામાં આવેલ અમદાવાદ સ્થિત ઑરીન ફાઉન્ડેશન ની અર્ધ વાર્ષિક મિટિંગ દાણીલીમડા વિસ્તારમાં આશિયા ઈન્ગલિશ સ્કૂલ ખાતે તા.૨૦/૦૩/૨૦૨૨ ને રવિવારે ધારાસભ્ય ઈમરાન ભાઈ ખેડાવાલા ના અધ્યક્ષતામાં યોજાઈ. કાર્યક્રમ ની શરૂઆત સંસ્થા ના માનદ સેક્રેટરી સરફરાઝ અહેમદે સંસ્થાની ગત ત્રણ વર્ષ ની પ્રવૃતિઓ નો ચિતાર આપી કર્યો સાથે સાથે આગામી સમયમાં સંસ્થા ના લક્ષ્યબિંદુ તરફ પહોંચવા માટે નો રોડમેપ‌ પણ રજૂ કરવામાં આવ્યો. ઑરીન ફાઉન્ડેશન ફૂડ વિતરણ, શૈક્ષણિક કીટ સહાય, નાગરિક સુવિધા કેન્દ્ર, આત્મનિર્ભર પ્રોજેક્ટ સહાય, નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર, સમૂહલગ્ન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.કાર્યક્રમ માં ઉપસ્થિત મુફ્તી અક્રમ સાહેબ દ્વારા ઝકાત ના ઉપયોગ બાબતે કુરઆન અને ઈસ્લામ ની રોશની માં પ્રકાશ પાડવામાં આવ્યો. હિંમતનગર થી વિશેષ ઉપસ્થિત શિક્ષણવિદ, પત્રકાર અને સામાજિક કાર્યકર રજબ ફકીરે વર્તમાન સમયમાં શિક્ષણ ના મહત્વ અને જરૂરિયાત પર ભાર મૂકી તે દિશામાં પ્રવૃતિઓ કરવાનું સૂચન કરવામાં આવ્યું.  આશિયા ઈંગ્લિશ સ્કૂલ ના  જ ડાયરેક્ટર શેખ સમીર અહેમદે પણ સંસ્થા ની પ્રવૃતિઓ ને બિરદાવી આગામી સમયમાં સ્કૂલ કેમ્પસ નો ઉપયોગ કરવાની બાંહેધરી આપી હતી.આર.ટી.ઈ. ને લગતી માહિતી પણ આર ટી ઇ કાર્યકર દ્વારા આપવામાં આવી.
અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય ઈમરાન ભાઈ ખેડાવાલા એ ઑરીન ફાઉન્ડેશન ની પ્રવૃતિઓ ની સરાહના કરી હતી અને ભવિષ્યમાં સંસ્થા ને તમામ સહકાર ની ખાત્રી આપી હતી. એસ.કે.દિવાન જંત્રાલ વાળા સહિત તમામ મહેમાનો નું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થા ના ટ્રસ્ટી અનીષભાઈ શેખ બેલદાર  અને અન્ય સભ્યો ના સહકાર પૂર્ણ કરવામાં આવ્યું.

IMG-20220321-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *