Gujarat

ઓવૈસીની સુરત મુલાકાત બાદ તમામ હોદ્દેદારોને બરતરફ કરાયા

સુરત
છૈંસ્ૈંસ્ના પ્રમુખ અને સાંસદ અસદુદિન ઓવૈસી હાલમાં ગુજરાત પ્રવાસે છે. વિધાનસભા ચૂંટણી પહેલા તેમની ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવે છે. તો ગઈ કાલે તેઓ સુરતમાં હતા જ્યાં કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ તેમનો વિરોધ પણ કર્યો હતો. આજે સામે આવેલી વિગતો અનુસાર છૈંસ્ૈંસ્ના સુરત શહેર અને જિલ્લાના તમામ હોદ્દેદારોને બરતરફ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદિન ઓવૈસીની સુરત મુલાકાત બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખે લેટર જાહેર કરી તમામ નિમણુંકો રદ્દ કરી છે. સુરત શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, યુવા અને મહિલા મોરચાના તમામ હોદ્દેદારોની હકાલપટ્ટી કરી છે. છૈંસ્ૈંસ્ના નવા સંગઠનની નિમણુંક ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

Auvarshi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *