ભુજ
ભચાઉના મોટી ચીરઈમાં નવ જણા સામે મારામારીની ફરિયાદ કરનારા આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ પરિણીતા પર બળાત્કાર ગુજારી તેના મોબાઈલમાંથી ફોટા લઈ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ નોંધાઇ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે આગની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના દફ્તરેથી પ્રાપ્ત માહિતી અનુસાર દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ આરોપી સામે બળાત્કાર અને આઈ.ટી. એક્ટ સહિતની કલમો તળે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ગત તા. ૨૩ના દરમિયાન બનાવને અંજામ આપ્યો હતો. આરોપીએ અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ભચાઉમાં મિલન ગેસ્ટ હાઉસમાં ફોન કરીને બોલાવી હતી. જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું અને મહિલાનો ફોન પોતાની પાસે રાખીને તેમાંથી અશ્લીલ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. પોલીસે મોટી ચિરઈના આરોપી સામે આઈ.ટી. એક્ટ સહિતની ક્લમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અલબત્ત આ કામના આરોપીએ પણ થોડા દિવસ પૂર્વે ૯ જણા ઉપર લાકડી સહિતના હથિયારો વડે માર મારી હુમલાની ફરિયાદ નોંધાવી હતી.


