Gujarat

કચ્છ જીલ્લા ના માજી સાંસદ ઉષાબેન ઠક્કર ને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ

વાગડ-ભચાઉ-ગાંધીધામ-સામખિયાળી-માનકુવા-સુખપર-મિર્ઝાપુર-ભુજ સહીત ના કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ ના આગેવાનો ને રૂબરૂ આમંત્રણ પાઠવતા અગ્રણીઓ
    ગિરગઢડા તા 7
    ભરત ગંગદેવ
     સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ નુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે  વિશાળ સંકુલ નુ નિર્માણ કાર્ય શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા *શ્રી જીતુભાઈ સોમાણી* સહીત ના લોહાણા સમાજ ના અગ્રણીઓ ના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે ત્યારે આગામી તા.૧૦/૧૧/૧૨-૨-૨૦૨૨ દરમિયાન પ.પૂ. હરિચરણદાસજી ના આશિર્વાદ થી તેમના સાનિધ્ય મા શ્રી રામ મહાયજ્ઞ નુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે. જે અંતર્ગત આજરોજ મોરબી લોહાણા મહાજન પ્રમુખ  ગીરીશભાઈ ઘેલાણી તથા યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા, વૃતિકભાઈ બારા સહીત ના અગ્રણીઓ એ કચ્છ જીલ્લા ની મુલાકાત લઈ અખિલ કચ્છ લોહાણા સમાજ, વાગડ લોહાણા મહાજન,ભચાઉ લોહાણા મહાજન,ગાંધીધામ લોહાણા મહાજન, સામખિયાળી લોહાણા મહાજન, ભુજ લોહાણા મહાજન, સુખપર, મિર્ઝાપુર, માનકુવા લોહાણા મહાજન સહીત ની સંસ્થા ઓ ને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ. તે ઉપરાંત કચ્છ જીલ્લા ના માજી સાંસદ ઉષાબેન ઠકક્કર, રઘુવંશી અગ્રણી અશોક ભાઈ કારીયા, પંકજભાઈ ઠક્કર, રવિભાઈ મીરાણી સહીતનાઓને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.
      શ્રી રામધામ ના નિર્માણ કાર્ય ને ચોમેર થી સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે વિશાળ ફલક પર નિર્માણાધિન આ સંકુલ મા સંતો-મંહતો ની ઉપસ્થિતી મા યોજનાર ઐતિહાસિક  શ્રી રામ મહાયજ્ઞ સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવવંતી બાબત બની રહેશે.

IMG-20220206-WA0348.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *