Gujarat

કઠલાલના હોમગાર્ડ યુનિટ ના કમાન્ડર પરબતસિંહ પરમાર અને કીર્તિસિંહ ચૌહાણ ને મુખ્યમંત્રી એવોર્ડથી સન્માનિત કરાતા તેઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ હોમગાર્ડ યુનિટ ના ઓફિસર કમાન્ડિંગ અને કંપની કમાન્ડર પરબતસિંહ.એસ.પરમાર તેમજ કિર્તિસિંહ ચૌહાણ ને ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી તેઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કઠલાલ આજયોર તળાવ વહાણવટી મંદિર ખાતે સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેઓને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.સમગ્ર કાર્યક્રમમાં મહેશભાઈ મહેતા જિલ્લા કમાન્ડર હોમગાર્ડ દળ,કનુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય, વર્ષાબેન વ્યાસ જિલ્લા મંત્રી ભાજપ,કિરણસિંહ ડાભી તાલુકા ભાજપ પ્રમુખ,બીપીનભાઈ પટેલ કઠલાલ શહેર ભાજપ પ્રમુખ,ગોવિંદભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ,રમીલાબેન નગરપાલિકા પ્રમુખ તેમજ હર્ષદભાઈ પટેલ નગર પાલિકા ઉપપ્રમુખ તથા દશરથભાઈ પટેલ અને રતનસિંહ ડાભી તથા પરાગસિંહ રાઠોડ અને મનોજભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પરબતસિંહ અને કિર્તીસિંહ નું સન્માન કર્યું હતું.

IMG-20220220-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *