રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “”વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવાય છે.1972 થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં ઊજવાતાં “”પર્યાવરણ દિન”નું આ વર્ષનું સુત્ર છે “હરિત અર્થતંત્ર’ સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણ સામેના ખતરાઓમાં ધટાડો થાય.
પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો.પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળેછે.Word Environment Day નિમિત્તે કઠલાલ મુકામે નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા મા આવ્યો.
આ પ્રસંગે કઠલાલ ભાજપ શહેર પ્રમુખ સહિત પરિવાર ના હોદ્દેદારો,,સદસ્યો,નગરપાલિકા ના હોદ્દેદારો,,સદસ્યો , ૐ શાંતિ બ્રહ્મા કુમારી સંગઠન ની બહેનો,સો મિલ એસોશિએશન ના હોદ્દેદારો,,કઠલાલ પોલીસ સ્ટેશન ના જવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહી ઓમ શાંતિ ભવન ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.


