રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
લસુન્દ્રા અને તેની આસપાસના ગામોને આરોગ્ય સેવા મળી રહે તેમજ આરોગ્યલક્ષી સેવાઓ સમયસર મળી રહેશે.ત્યારે ૭ કરોડના ખર્ચે બનનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી અને સાંસદ ખેડા દેવુસિંહ ચૌહાણ ના હસ્તે કરવામા આવ્યું .
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, ખેડા જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ ,કલેકટર કે.એલ.બચાણી ,જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.દવે , તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર,તાલુકા પ્રમુખ ગોવિંદભાઇ,લસુન્દ્રા જીલ્લા પંચાયત સદસ્ય પ્રવીણસિંહ ,સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


