રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે અગ્રિમતા ધરાવનાર અને ઐતિહાસિક શાળા શેઠ એમ આર હાઈસ્કૂલ મા કોરોના ને કારણે શિક્ષણથી વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓના પુરા અભ્યાસ માટે શાળાના શિક્ષકો દ્વારા સ્વૈચ્છીક સમયદાન નો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો
સરકારના આદેશ અનુસાર ભાવિ પેઢીનું ઘડતર કરનાર શિક્ષક મિત્રો પોતાના શૈક્ષણિક સમય ઉપરાંત રજાના દિવસે અને જાહેર તહેવારો તેમજ પોતાના શિક્ષણના સમયના સમય ઉપરાંત માં એવા વિદ્યાર્થી મિત્રોને ભણાવ શે કે જેઓ કોરોના કાળના ભોગ બની શિક્ષણથી વંચિત રહી ગયા હોય
શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ પટેલના જણાવ્યા અનુસાર સરકારના આવા ઉમદા વિચારનો અમલ સૌથી પહેલા પોતાની શાળામાં સૌ શિક્ષક મિત્રો દ્વારા 0 તાસ/શનિવાર રવિવાર/જાહેર રજાના દિવસો નું સુંદર આયોજન કરવામાં આવેલ છે આમ ડિસેમ્બર થી લઇ 15 એપ્રિલ સુધી દરેક શિક્ષક મિત્રોને workload દેવામાં આવેલ છે જેથી અભ્યાસમાં પાછળ રહી ગયેલ અને અંતરિયાળ ગામોમાંથી આવતા શિક્ષણથી વંચિત રહી ગયેલા દરેક વિદ્યાર્થીને શિક્ષણનો પૂરતો લાભ મળશે
આમ શિક્ષણમાં સુધારો થાય તેનો વ્યાપ વધે અને કોરો ના કારણે માનસિક હતાશાથી વિદ્યાર્થીઓ હળવાશ અનુભવી તે માટે જ્ઞાન સાથે અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ સ્વૈચ્છીક સમયદાન દ્વારા અમારી શાળા દ્વારા કરવામાં આવી રહેલ છે
Attachments area


